Guajrat Chief Minister Narendra Modi Marriage with US Actress Anita On 31 March 2009. At this grand ceramony guests were Jaydeep Patel , Nikunj Modh, Bhavik Patel, Nayak Rajan, Nitin Pawar, L.K. Advani, Mukesh Ambani , Ratan Tata are to be present for blesh Mr Modi.
ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી કે જેમના વ્યક્તિત્વ પર હજારો સ્ત્રીઓ મુગ્ધ છે તેમણે આખરે તેમની જીવનસંગિની તરીકે એક અસાધારણ મહિલા પર પોતાની પસંદગીનો કળશ ઢોળી જ દીધો છે. મોદીની ફેન એવી હજારો અન્ય યુવતીઓએ હવે નિરાશ થવું પડશે.
છેલ્લા કેટલાક સમયથી નરેન્દ્ર મોદીના રાજકીય વ્યક્તિત્વથી પ્રભાવિત થયેલી હોલિવૂડની નવોદિત અભિનેત્રી અનિતા એકબર્ગ સાથે થોડીક પસંદગીની વ્યક્તિઓની હાજરીમાં નરેન્દ્ર મોદીએ તેમના વતન વડનગર ખાતે આવેલા મંદિરમાં ભારે ગુપ્તતા વચ્ચે સપ્તપદીનાં સાત ફેરા ફરી લીધા હતા. આ પ્રસંગને અત્યંત અંગત રાખવામાં આવ્યો હતો અને સલામતી રક્ષકોને પણ દૂર રાખવામાં આવ્યા હતા.
પ્રાપ્ત થતી માહિતી અનુસાર આ પ્રસંગે દિલ્હીથી બોલાવાયેલા પૂજારી રામશરણ શર્માએ હિન્દુ લગ્નવિધિ કરાવી હતી. ૨૮ વર્ષની ક્રિશ્ચિયન અનિતા એકબર્ગે હિન્દુ ધર્મ પણ અંગિકાર કર્યો હતો અને ત્યાર બાદ જ અનિતા એકબર્ગે જાજરમાન સાડી પહેરીને નરેન્દ્ર મોદી સાથે પ્રભુતામાં પગલાં માંડવાનું પસંદ કર્યું હતું. નવવધૂનાં માતા-પિતા અને અનિતા એક ચાર્ટર્ડ વિમાન દ્વારા સવારે અમદાવાદ આવ્યાં હતાં અને એરપોર્ટથી હોટેલ તાજ-ઉમેદ પર રોકાઈ સીધાં વડનગર હંકારી ગયાં હતાં.
જાણવા મળે છે કે, છેલ્લા કેટલાક સમયથી અત્યંત વ્યસ્ત રહેતા નરેન્દ્ર મોદી પર પક્ષના આગેવાનોનું લગ્ન માટે દબાણ હતું અને ખાસ કરીને એલ. કે. અડવાણીની લીલી ઝંડી અને આશીર્વાદ મળ્યા બાદ મોદી લગ્ન માટે સંમત થયા હતા. લગ્ન પ્રસંગે એલ. કે. અડવાણી અને તેમનાં પત્ની તથા પુત્રી હાજર રહ્યાં હતાં. મોદી અડવાણીજીને પિતાતુલ્ય માને છે.
અનિતા એકબર્ગે અમેરિકાની મિશિગન યુનિર્વિસટી દ્વારા કાયદાશાસ્ત્રમાં ગ્રેજ્યુએશન કરેલું છે. જ્યારે એક્ટિંગની તાલીમ બ્રિટિશ એકેડેમી ઓફ પરર્ફોિંમગ આર્ટ લંડન દ્વારા હાંસલ કરી છે. આ ઉપરાંત આવતા મહિને અનિતાના અભિનયવાળી ફિલ્મ ‘નાયગ્રા ફોલ્સ’ અને ‘ધી અમેરિકન ફેમિલી’ વિશ્વભરના થિયેટરોમાં રજૂ થશે.
મોદીની નજીકનાં સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર હોલિવૂડની અભિનેત્રી અનિતા એકબર્ગ છેલ્લા કેટલાક સમયથી મોદીની વેબસાઈટ જોતી હતી. મોદીનાં પ્રવચનોનો તે ધ્યાનપૂર્વક અભ્યાસ કરતી હતી. ઈ-મેઈલ દ્વારા મોદીના સંપર્કમાં હતી અને અનિતાએ જ સામેથી મોદી સાથે લગ્નનો પ્રસ્તાવ મોકલ્યો હતો.
અનિતા એકબર્ગ અને નરેન્દ્ર મોદીનો પ્રથમ પરિચય દક્ષિણ આફ્રિકાના જહોનીસબર્ગ ખાતે થયો હતો. અનિતા એકબર્ગ એ વખતે દક્ષિણ આફ્રિકામાં અંગ્રેજી ફિલ્મ ‘નોન વાયોલન્સ’ માટે શૂટિંગમાં વ્યસ્ત હતી. અનિતા નાની હતી ત્યારે જ તેણે ગાંધીજીની આત્મકથાની અંગ્રેજી આવૃત્તિ વાંચી હતી. તે ગાંધીજીના વ્યક્તિત્વથી પ્રભાવિત હતી. દક્ષિણ આફ્રિકામાં શૂટિંગ દરમિયાન કોઈએ તેને કહ્યું કે, ગાંધીજીના ગુજરાતમાંથી એક પ્રભાવશાળી નેતા આવ્યા છે. ગુજરાત અને ગાંધીજીનું નામ સાંભળતાં જ તે જહોનીસબર્ગ ખાતે નરેન્દ્ર મોદીના એક કાર્યક્રમમાં પહોંચી ગઈ હતી. મોદીનું પ્રવચન સાંભળી અનિતા એકબર્ગ મંત્રમુગ્ધ થઈ ગઈ હતી અને મોદીને ડેટિંગ માટે ઓફર કરી હતી. અનિતાએ ચાર દિવસ માટે તેની સાથે સફારી પાર્કની ટૂર પર આવવા આમંત્રણ આપ્યું હતું, પરંતુ મોદીએ સવિનય ઇનકાર કરી ભવિષ્યમાં તેઓ વિચારશે તેમ જણાવ્યું હતું.
દક્ષિણ આફ્રિકાના પ્રવાસેથી પાછા ફરતી વખતે અનિતા એકબર્ગ ફરીથી મોદીને મળવા હોટેલ પર ગઈ હતી. અનિતાએ મોદીને ફ્લાવર્સ અને ચોકલેટ્સ ભેટ આપ્યાં હતાં. અનિતાનો મોદી માટેનો આ પ્રથમ દૃષ્ટિનો પ્રેમ હતો. ફૂલોના પ્રતિભાવમાં મોદીએ તેમના ગળામાં વીંટાળેલું રેશમી મફલર અનિતાને આપ્યું હતું. કહેવાય છે કે, બહારથી સખત લાગતા મોદીને પહેલી જ વાર અનિતા પ્રત્યે લગાવ પેદા થયો હતો.
શૂટિંગ પતાવીને લોસ એન્જલિસ પહોંચેલી આ અભિનેત્રી નિયમિત રીતે નરેન્દ્ર મોદીને ફોન કરતી હતી. તે વારેવારે ઇન્ડિયા આવવાની ઇચ્છા વ્યક્ત કરતી હતી. કહેવાય છે કે, ચીફ મિનિસ્ટરે અનિતાને ‘વાયબ્રન્ટ ગુજરાત સમિટ’ વખતે ગુજરાત આવવા નિમંત્રણ આપ્યું હતું. અનિતા હજી નવોદિત અભિનેત્રી હોઈ ગુજરાતના લોકો તેને ઓળખી શક્યા ન હતા. અનિતા એકબર્ગ તેના મમ્મી-પપ્પા સાથે ગુજરાત આવી હતી, પરંતુ વાયબ્રન્ટ ગુજરાત સમિટ વખતે ગુજરાતી સાડી પહેરીને અનિતાએ મોદીને સરપ્રાઈઝ આપ્યું હતું. વાયબ્રન્ટ સમિટ વખતે મોદીએ ટોચના ઉદ્યોગપતિ ગૌતમ અદાણીને એકબર્ગ પરિવારની સરભરાની જવાબદારી સોંપી હતી. અનિતા તેના માતા-પિતા સાથે ગાંધી આશ્રમ પણ ગઈ હતી. અને ભારતની ગરીબીથી દ્રવી ઊઠેલી અનિતાએ મોદીને સાથ આપી ગરીબોની ઝૂંપડપટ્ટી વિસ્તારમાં કામ કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. આ હેતુ પાર પાડવા તેણે એક સંપૂર્ણ ભારતીય બનીને ગરીબો માટે કામ કરવા માટે મોદી સાથે લગ્ન પણ કરવાની તીવ્ર ઈચ્છા વ્યક્ત કરી હતી.
પ્રાપ્ત થતી માહિતી અનુસાર નરેન્દ્ર મોદી અનિતા એકબર્ગની મનની ઇચ્છાઓ જાણી ગયા હતા. એમાંયે અનિતાના ગાંધી-વિચારોથી તેઓ પણ પ્રભાવિત થયા હતા. એ પછી અનિતા એકબર્ગ અમેરિકાથી મોદીનો નિયમિત સંપર્ક કરતી રહી હતી. તેમનાં પ્રવચનોની સીડી તે નિયમિત મંગાવતી રહી હતી. મોદીનાં પ્રવચનોની સીડી મોકલનાર સી.એમ. ઓફિસના ઈ-પ્રચાર અધિકારી ધીરેન અવાશિયાને પણ ખબર નહોતી કે, તેઓ મોદીની ફેનને સીડી મોકલાવતા રહ્યા છે કે મોદીની વાગ્દત્તાને ?
જાણવા મળે છે કે, અનિતા એકબર્ગ મોદીની સાથે રહી ગુજરાતની જનતા માટે કામ કરવા માંગતી હોઈ તે મોદી સાથે લગ્ન પણ કરવા માંગે છે તેવો પ્રસ્તાવ આપ્યો હતો. આમ તો મોદી કોઈનીયે સલાહ લેતા નથી, પરંતુ મુંબઈમાં એક ખાનગી મીટિંગ દરમિયન મોદીએ રતન તાતાની લગ્ન અંગે સલાહ માંગી હતી. રતન તાતાએ મોદીને જણાવ્યું હતું કે, “હું ખુદ અપરિણીત છું તેથી સલાહ આપવાને લાયક નથી, પરંતુ તમે બુદ્ધિશાળી છો. અમેરિકા તમને વિઝા આપવાની ના પાડે છે, પરંતુ જો તમે એક અમેરિકન સિટિઝન મહિલા સાથે લગ્ન કરી લેશો તો અમેરિકાના બાપને પણ છૂટકો નથી કે તે તમને વિઝા ના આપે. બુશના ગાલ પર તમાચો મારવો હોય તો અમેરિકન યુવતી સાથે લગ્ન કરી લ્યો. આ વાત અમેરિકાના મીડિયામાં જશે અને અમેરિકન કંપનીઓ પણ ઇન્ડિયામાં આવશે.”
આમ પ્રથમ તાતા અને છેલ્લે અડવાણીજીની સલાહ લીધી હતી. એલ. કે. અડવાણીએ અનિતા એકબર્ગ હિન્દુ ધર્મ અંગિકાર કરે તો જ લગ્ન કરવાં એવી સલાહ આપી હતી. અનિતાએ એ શરત પણ સ્વીકારી લીધી હતી, પરંતુ આખોયે લગ્નવિધિ લોકોની ભીડ ન થઈ જાય તે માટે વડનગરના મંદિરમાં સાદગીથી ગૂપચૂપ રીતે પાર પાડી દેવામાં આવ્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર લગ્નવિધિ બાદ નરેન્દ્ર મોદી અને નવવધૂ અનિતા તમામ મતભેદો ભૂલીને સીધાં જ કેશુભાઈ પટેલના નિવાસસ્થાને હંકારી ગયા હતાં અને કેશુબાપાએ વર-વધૂના મોંમાં ગોળ મૂકી બેઉને આશીર્વાદ આપ્યા હતા. સામે પગલે આશીર્વાદ લેવા આવેલા નરેન્દ્ર મોદીને જોઈ કેશુબાપાની આંખમાં ઝળઝળિયાં આવી ગયાં હતાં. કેશુબાપાએ પેટીમાંથી એક નવી નક્કોર સાડી કઢાવી અનિતાને ભેટ આપી હતી.
મોડી રાત્રે ભાજપના પ્રદેશ પ્રમુખ પુરુષોત્તમ રૃપાલાએ જણાવ્યું હતું કે આજે બુધવારે સાંજે ૬થી રાતના નવ વાગ્યા સુધી ગાંધીનગર ર્સિકટ હાઉસની લોનમાં નરેન્દ્ર મોદી અને અનિતાનો સત્કાર સમારંભ યોજાશે. મુખ્યમંત્રીના લગ્નોત્સવની ઉજવણી તમામ ગામોમાં ભાજપના કાર્યકરોએ સવારથી જ ફટાકડા ફોડીને તથા આતશબાજી કરીને ઉજવવી. આ સત્કાર સમારંભમાં સમગ્ર ગુજરાતની પ્રજાને ખુલ્લું આમંત્રણ છે. ભેટસોગાદ અસ્વીકાર્ય છે.
ગુજરાત પ્રધાનમંડળના પ્રવકતા અને રાજ્યના આરોગ્યપ્રધાન જયનારાયણ વ્યાસે જણાવ્યું છે કે, આજે સવારે ૯થી ૧૨ વાગ્યા સુધી શ્રી નરેન્દ્ર મોદી તથા શ્રીમતી અનિતા મોદી ગાંધીનગર ર્સિકટ હાઉસ ખાતે પ્રજાજનોને મળશે. સાંજે ૬થી ૯ ગાંધીનગર ર્સિકટ હાઉસ ખાતે સત્કાર સમારંભમાં હાજરી આપશે. મહેમાનોએ માત્ર ફૂલો જ લાવવા. મોદી અને અનિતાના સત્કાર સમારંભમાં ભાગ લેવા દિલ્હીથી એલ. કે. અડવાણી, રાજનાથ સિંહ, અરુણ જેટલી, સુષ્મા સ્વરાજ અને વૈંકેયા નાયડુ આજે સાંજે ખાસ વિમાન દ્વારા ગુજરાત આવી રહ્યા છે. એ જ રીતે મૂકેશ અંબાણી, અનિલ અંબાણી, રતન તાતા અને બજાજ પણ પોતપોતાના વિમાનો દ્વારા ગુજરાત આવશે. કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી પ્રવાસમાં વ્યસ્ત હોઈ પ્રિયંકા ગાંધીને ગુજરાત મોકલી રહ્યાં છે. વડા પ્રધાને પણ નરેન્દ્ર મોદીને અભિનંદન પાઠવ્યાં છે. મુલાયમસિંહના પ્રતિનિધિ તરીકે અમરસિંહ ગુજરાત આવી રહ્યા છે.
અલબત્ત, લાલુ પ્રસાદ યાદવે મોદીના સત્કાર સમારંભમાં કોઈનેય મોકલવાનો ઇનકાર કરી એવી નુક્તેેચીની કરી હતી કે, “એક ગોરી ક્રિશ્ચિયન લડકી સે શાદી કર કે મોદીને ગહરી ચાલ ચલી હૈ. ક્યા હિન્દુસ્તાન મેં શાદી કે લિયે કોઈ લડકી નહીં થી ? જીસ અમેરિકાને મોદી કો વિઝા નહીં દિયા વહ દેશ કી લડકી સે શાદી કરકે મોદી શાદી મેં ભી રાજનીતિ કર રહે હૈ.”
મોદીનાં લગ્નના સમાચાર જાણી પ્રમુખ સ્વામી, મોરારિ બાપુ, કાલુપુર સ્વામિનારાયણ મંદિરના આચાર્ય શ્રી કૌશલેન્દ્ર પ્રસાદજી, મણિનગર સ્વામિનારાયણ મંદિરના ગાદીપતિ શ્રી પુરુષોત્તમ પ્રિય દાસજી તથા જગન્નાથજી મંદિરના મહંતશ્રીએ મોડી રાત્રે ગાંધીનગર જઈ આશીર્વાદ પાઠવ્યાં હતાં.
મુંબઈથી પણ ફિલ્મ કલાકારો અને મહેમાનો આજે સત્કાર સમારંભમાં હાજરી આપવા આવી રહ્યા છે. બોલિવૂડના સ્ટાર્સ શાહરુખ ખાન, કરણ જોહર, પ્રીતિ ઝિન્ટા, અને નસલી વાડિયા એક પ્રાઈવેટ પ્લેનમાં આવશે. જ્યારે કેટરિના કૈફ પણ અક્ષયકુમાર સાથે આવશે. બાળ ઠાકરે ઉદ્ધવ ઠાકરેને અને રાજ ઠાકરે તેમનાં પત્નીને મોકલી રહ્યાં છે.
અમદાવાદના એરપોર્ટ પર આજ બપોર પછી એક ડઝનથી પણ વધુ પ્રાઈવેટ વિમાનોનો જમાવડો થઈ જવાની શક્યતા છે. એરપોર્ટથી ગાંધીનગરના માર્ગે અનેક વી.વી.આઈ.પી.ઓ પસાર થવાના હોઈ ગુજરાતના પોલીસ વડા ખંડવાવાલા જાતે સલામતી વ્યવસ્થા પર નજર રાખી રહ્યા છે.
ગ્રામ વિસ્તારના લોકોએ બને તેટલા વહેલા ગાંધીનગર આવી જવા પુરુષોત્તમ રૃપાલાએ જણાવ્યું છે. આવનારી ચૂંટણીના ઉપલક્ષ્યમાં શ્રીમતી અનિતા પણ મુખ્યમંત્રીની સાથે તમામ ચૂંટણીસભાઓ સંબોધશે.
કોંગ્રેસના પ્રવકતા શ્રી અર્જુન મોઢવાડિયાએ મોદી સાથે રાત્રે નિવેદન કરતાં જણાવ્યું હતું કે, એક અમેરિકન યુવતી સાથેનું નરેન્દ્ર મોદીનું લગ્ન એ પણ ક્રિશ્ચિયન માયનોરિટીની વોટબેંક ઊભી કરવાનો એક પ્રયાસ જ છે. મોદીના આવાં પ્રયાસોથી ખ્રિસ્તી બની ગયેલા આદિવાસીઓમાં કોઈ જ ફરક પડવાનો નથી. લોકોને શ્રીમતી સોનિયા ગાંધીના નેતૃત્વમાં ભરપૂર વિશ્વાસ છે.
ગુજરાત કોંગ્રેસના પ્રમુખ સિદ્ધાર્થ પટેલ અને વિધાનસભા વિરોધ પક્ષના નેતા શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, ભાજના હવે વળતાં પાણી છે. મોદીના એક અમેરિકન યુવતી સાથે લગ્નથી કોઈ મૂડીરોકાણ ગુજરાતમાં આવવાનું નથી. લોકસભાની ચૂંટણીને લક્ષ્યમાં રાખીને જ મોદીે અમેરિકન યુવતી સાથે લગ્નનું સ્ટંટ કર્યું છે.
0 comments:
Post a Comment